વરતાય છે
સંબંધોમાં ઘોડાપુર આવ્યુ છે.
લાગણીઓની ઓટ વરતાય છે.
પ્રસંગોપાત જ મળ્યા કરવાનું
સ્નેહની જાણે ખોટ વરતાય છે.
દૂરથી લાગે ખુલ્લુ ને હર્યુ-ભર્યુ
નજીક જાતાં કોટ વરતાય છે.
મધુ વચનની, જાણે લ્હાણી હોય
ને છતાં હ્રદયમાં ચોટ વરતાય છે.
— કુમાર મયુર —
Categories: આગમન
Bhai Sri Mayur
Samyanukul Samajik Gazal, Khub saras
Malta rahishun.
Men Vanchyun Janavava purti coment hashe.
મયુર જી,
આ તો સબન્ધો ની ભરમાળ છે, હવે તો ચારે તરફ સ્વાર્થ દેખાય છે તો લાગણી ની વાત જ ક્યાથી હોય,જેમ દૂર થી ડુન્ગર રળિયામણા તેમ સમ્બન્ધો પણ દૂર થી સારા.
સરસ ગઝલ!