શબ્દોની શી જરૂર ?
January 25, 2010
13 comments
એક ઉગમણા પ્રભાતે
દિવસ ભરની
ભાગદોડ નો કાર્યક્રમ
ગોઠવતાં
ચિત-પરિચિત
સંબંધીઓની વચાળે
અટવાયેલું,
એકલું, અટુલું
નોખું તરી આવતુ
એક
નવપરિણિત યુગલ.
ચહેરે ડરનો આભાસ
ને
ખુશીથી ઉછાળા મારતું મન.
કોઇ જોઇ જશે તોં ?
ને સર્જાતી
ઇશારાઓથી
સવાલ-જવાબની આપલે
અને પછી
રચાતી સ્પર્શની હારમાળા
ભાગતું-દોડતું
ધબ-ધબ,
ધબકારા કરતું
હ્રદય,
પુર ઝડપે ચાલતું
શ્વાસોનું આવાગમન
જો,
આંખોથી જ બધી
વાત થતી હોય,
તો,
પછી
શબ્દોની શી જરૂર ?
— કુમાર મયુર —
Categories: આગમન
આપના મંતવ્યો