Archive

Archive for the ‘કવિતા’ Category

સ્વપ્ન ખોવાયું છે

એક,
સુંદર અને સોહામણું
નાજુક અને નમણું
પ્રેમ તણું
હકીકતની દહેશતથી,
જરા ગભરાયેલ,
મુજ નયનથી,
એક,
સ્વપ્ન ખોવાયું છે,
કોઇનેય,
મળ્યું છે ખરું ?

— કુમાર મયુર —

Categories: કવિતા

ડરતા હું

તુમસે પ્યાર કરતા હું,
પર કહને સે ડરતા હું,
ન જાને ક્યા ડર હૈ દિલમે,
ઇસ ડર કો બતાને સે ડરતા હું

— કુમાર “મયુર”  —

Categories: કવિતા

આકાર

પાંપણ મિંચાય ને પછી રચાય જે આંખમાં,
તુજ રંગ રૂપનો જ એક આકાર હોય છે.

હું શું કામ ઘેલો છુ તારી ચાલ પાછળ,
તારી ચાલના ય કેટલાક પ્રકાર હોય છે.

તડપું છુ તુજ બીન, જળ વિના માછલી જેમ,
મારી તડપ પણ ક્યાં બેકાર હોય છે.

– કુમાર “મયુર” –

Categories: કવિતા

ઈન્ટર્વ્યુ

ઈન્ટર્વ્યુ હતુ

નોકરી માટે

હું સર્વ પ્રકારે તૈયાર હતો

મહેનતનું સર્ટિફિકેટ લીધુ

સફળતાનું ડોનેશન હતું

અને

અનેક આશાઓની હતી

ઘણી લાગવગ

છતા

ઈન્ટર્વ્યુ આપ્યા પહેલાજ

પરિણામ આવ્યું

રિજેક્ટ.

—-કુમાર “મયુર”

મંઝીલ

ઘણી માનતાઓ મારી જાણે કંઈક આજે ફળી

મંઝીલ શોધવા નીકળ્યો ને મંઝીલ રસ્તે મળી

કુમાર “મયુર”