Archive

Archive for the ‘કેટલીક વિદેશી કહેવતો’ Category

કેટલીક વિદેશી કહેવતો

જો તમે નાણા ઉધાર આપો છો તો કાં તો નાણા ગુમાવો છો અથવા નવો શત્રુ મેળવો છો.
–  આલ્બેનીયા  –
તમે જે નિહાળો છો તેમાંથી અડધું જ સાચું માનો, અને જે સાંભળો છો તેમાંથી કશુંય સાચું ન માનો.
–  ક્યુબા –
ગરીબી દરવાજે આવે છે ત્યારે પ્રેમ બારીમાંથી ભાગી જાય છે.
– ઇંગ્લેન્ડ –
જે રસ્તો સૌથી વધું ઘસાયેલો હશે એ સૌથી વધુ સલામત હશે.
– ચેકોસ્લોવાકીયા –
અવારનવાર માણસને પોતાનુ દુર્ભાગ્ય એ જ રસ્તે મળી જાય છે જે રસ્તો જેણે દુર્ભાગ્યથી પીછો છોડાવવા
પસંદ કર્યો હોય છે.
–  ફ્રાન્સ –
જ્યારે પૈસો બોલે છે ત્યારે સત્ય ચૂપ થઇ જાય છે.
–  રશિયા  –
જે પુસ્તક ક્યારેય વાંચવા માટે ખોલવામાં નથી આવતું એ માત્ર કાગળનો ઢગલો જ હોય છે.
–  પોલેન્ડ  –
ધીરજ આનંદની ચાવી છે. અને ઉતાવળ શોકની ચાવી છે.
–  આર્બેનીયા  –
સંપતિ જેટલા સુખો આપે છે. તેથી વધુ એ વસૂલ કરે છે.
– ચીન –