ડર છે
વસી જવું છે આપની,
સાગર જેવી આંખોમાં પણ,
ડૂબી જવાનો ડર છે.
પામવું છે સ્થાન આપના,
ખુબસૂરત દિલમાં પણ,
બેવફાઇનો ડર છે.
– Unknown poet –
વસી જવું છે આપની,
સાગર જેવી આંખોમાં પણ,
ડૂબી જવાનો ડર છે.
પામવું છે સ્થાન આપના,
ખુબસૂરત દિલમાં પણ,
બેવફાઇનો ડર છે.
– Unknown poet –
ખરેખર તમે જેને,
ઝાકળ કહો છો,
તે તો,
આખી રાત,
ઘાસ પર બેસીને,
રડેલી ચાંદનીના આંસુ છે
– unknown poet –
“સૌ પોત પોતાની પ્રેમીકાને વ્હાલથી ભરે બકી,
તો જ આ વાતાવરણમાં છે વરસાદ થવાની વકી.”
– unknown poet –
જેના માટે,
મે છોડ્યા શ્વાસ,
એજ આવી પૂછે છે.,
કોની છે આ લાશ !!
– unknown poet –
હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઇ દૂર નથી,
પણ હું માગું ને તું આપી દે, એ વાત મને મંજુર નથી
– Unknown poet –
કહે છે આંખોના આંસુ
અમે આંખોમા નહી માસુ
રોકશો તમે ખાસુ
અમે રોકે ન રોકાશું
હાસ્ય એ છુટા થાસું
તો દુ:ખે વળી પાછા આવશું
ભાવે ભીના થાશું
તો સુકાયે ના સુકાશું
યાદે કોઇની જાશું
તો યાદ કરીશું ખાસુ
યાદે જો દુ:ખી થાશું
તો બમણા થઇ જાશું
લાંબી ભેટે ભેગા થાશું
તો હસતા હોઠે ભળી જાશું
ને ખીલસે ઘડીક આસું
તો ક્યાંય ખોવાઇ જાસું
– કવિનું નામ હુ જાણતો નથી –
તરત પછી તો સરસ મજાની સુગંધ આવી,
જરા અમસ્તું કહ્યુ પવનને સ્માઇલ પ્લીઝ.
——————————-
બારી ખોલી જોયું તો,
સળગતી બત્તીના થાંભલે,
ટૂંટીયું વાળીને,
તાપણું કરતી,
રાત બેઠી હતી.
——————-
વ્યંજનો, બારાક્ષરી ને સ્વર બધાં ભુલી ગયો,
પત્ર લખવાની ક્ષણે અક્ષર બધાં ભુલી ગયો.
———————————
ટહુકા રૂપે જ એની રજૂઆત થઇ શકે,
વ્હેતી નદી વિષે બીજી શું વાત થઇ શકે.
————————–
બરફ પીગળી શકે છે,
એને ક્યાં અહં નડે છે.
——————-
— કવિઓના નામ હું જાણતો નથી —–
આપના મંતવ્યો