ખુરશી-ખુરશી રમીએ

ગાંધી ટોપી, ખાદી ઝભ્ભો પહેરી ભાષણો દઇએ
ચાલ “મયુર” ખુરશી-ખુરશી રમીએ

થોડું નાટક ખોટી સેવાને નામ કરી દઇએ
દેશભક્તિનો ખોટો થોડો વેશ ભજવી લઇએ
ચાલ “મયુર” ખુરશી-ખુરશી રમીએ

“ગરીબી હટાવો” એ વળી શુ પળોજણ
ગરીબોના લોહીને તો ચૂંસી પી જઇએ
ચાલ “મયુર” ખુરશી-ખુરશી રમીએ

આપણ ચહિએ એમ જ, ને એટલું જ થયા કરે
નિતી, નિયમ ને કાયદા, સૌ ખિસ્સે મુકી દઇએ
ચાલ “મયુર” ખુરશી-ખુરશી રમીએ

જનતા જનતા શું કરો, જનતાની શી ફિકર ?
જનતા મર્યા કરશે, રમખાણો કરી દઇએ.
ચાલ “મયુર” ખુરશી-ખુરશી રમીએ

આ અર્થતંત્ર ને આ જી.ડી.પી એ બધું શું ?
કિંમત મળે સારી તો દેશને ય વેચી દઇએ.
ચાલ “મયુર” ખુરશી-ખુરશી રમીએ

ગાંધી ટોપી, ખાદી ઝભ્ભો પહેરી ભાષણો દઇએ
ચાલ “મયુર” ખુરશી-ખુરશી રમીએ

—  મયુર “અભણ” —

6 thoughts on “ખુરશી-ખુરશી રમીએ

Thanksm, For Join

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s