ઉપચાર નથી

લાગણી જેમાં નથી દર્દ નથી પ્યાર નથી
એવા દિલને કોઇ ઇચ્છાનો અધિકાર નથી

વેર ઇર્ષાથી કોઇ પર ન કદી ઘાત કર,
કે કલમ એ જ છે બળવાન જે તલવાર નથી

નાખુદા ખુશ છે કે કબજામાં રહે છે નૌકા
એ ભૂલી જાય છે દરિયા પર અધિકાર નથી

તમે મ્રૂત્યુ બની આવો, તો તજી દઉં એને,
મને દુનિયાથી કશો ખાસ સરોકાર નથી

ભૂલી જાઓ તમે એને તો એ સારુ છે ’મરીઝ’
બાકી બીજો કોઇ વિકલ્પ કે ઉપચાર નથી.

—  મરીઝ —

Advertisements

Thanksm, For Join

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s