હિસાબ આપીને

ન આવે નીંદ, ગયા એવું ખ્વાબ આપીને
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને

આ પથ્થરોમાં તું રઝળાવે છે મને ઓ ખુદા
ને મારા હાથમાં એક ફુલછાબ આપીને

છે તેથી મારી હરેક વાતમાં પરેશાની,
પવિત્ર દિલ દીધું જીવન ખરાબ આપીને

પ્રભુએ, વાહ રે! કેવો આ રંગ જમાવ્યો છે!
ગુલાબી દિલને ન એક પણ ગુલાબ આપીને

હવે કશો જ કયામતનો ડર રહ્યો ન ’મરીઝ’
હું જઇ રહ્યો છું જગતને હિસાબ આપીને.

—  મરીઝ  —

Advertisements

Thanksm, For Join

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s