સ્વપ્નોમાં આવતાં રહ્યા જેઓ સહર સુધી,
આવી શક્યા નહી એ કદી મારા ઘર સુધી.
આંખો સુધી હવે તો હું રસ્તો કરી જતે,
ઉતરી ગયા છે આંખથી નીચે જીગર સુધી.
જે પણ ગયો તે એની ચરણ ધૂળ થઇ ગયો,
પહોંચી શક્યો ન કોઇ પણ એની નજર સુધી.
આઠે પ્રહર વસંત છે. આ દિલનો બાગ છે,
રહેતી નથી વસંત અહીં પાનખર સુધી.
જીવનમાં ઠોકરો હતી કિંતુ મરણ પછી,
ઉંચકીને લઇ ગયા મને મિત્રો કબર સુધી.
રસ્તા મહીં જ કોઇ તો પામી ગયા તને,
ખાલી ફર્યા છે. કોઇ જઇ તારા ઘર સુધી.
’નાશાદ’ તું જીવે છે. તો સમજીને જીવજે,
સાથે નહીં રહે કોઇ છેલ્લી સફર સુધી.
— નાશાદ —
સ્વપ્નોમાં આવતાં રહ્યા જેઓ સહર સુધી,
સુંદર ગઝલ !
Ek j Shabd kahi shakhay…. “SUNDAR”,”SUNDAR” and “SUNDAR”.