વિરહની વેદના

આંખોમાં કાજળ આંજી,
ખુલ્લી આંખના બે ચાર સપના ઓ લઇ
ક્ષિતિજ ની પેલે પાર,
નદિ ના કિનારે,
હોઠો પર સ્મિત સજાવી
દુઃખ, દર્દ સાવ ભુલાવી,
ગાલે સ્પર્શતી લટને,
હળવેકથી હટાવી,
પાયલ રણકારતી,
ખુશ્બુ ફેલાવતી,
રસ્તો શણગારતી,
પિયુ ના આગમનની,
વાટ જોતી,
સાચુ કહું છુ,
મેં પણ એવી,
એક સ્ત્રી જોઇ હતી.

— મયુર “અભણ” —


6 thoughts on “વિરહની વેદના

  1. ખુબ જ સુંદર… ઊષારાણીનું આગમન ખરેખર આવું સુંદર જ હોય ! પરંતુ તેને નિહાળવા માટે આંખો નહિં દ્રષ્ટિ જોઇએ. કંઇક આવી…

    હમણાં જ ઊગેલા સૂરજે મૂગ્ધા ઊષાને કાનમાં કંઇક કહ્યું. સુકુમાર ગુલાબની પાંદડી પર બાઝેલું ઝાકળબિંદુ મંદ મંદ મલકાતું પાંદડીથી પાંદડા પર સર્યું. કોયલ કુંજી ઊઠી ને ગુલાબ શરમાઇ ગયું…જુઓ, પેલી ક્ષિતિજે પણ વાદળોનું ઓઢણું ઓઢ્યું ! સાચેજ, પ્રણય પળને પ્રેમ કરે છે. અને પળ અવસરની રાહ ક્યાં જુએ છે ?
    પરમાત્માનો પ્રકાશ જ્યારે ક્ષિતિજ પર છવાય છે. દ્રષ્ટાની દ્રષ્ટિમાં ત્યારે સૌંદર્ય છલકાય છે. કહે છે, આંખોવાળા પાસે દ્રષ્ટિ નથી હોતી અને દ્રષ્ટિવાળા આંખોથી ક્યાં જુવે છે ?

Thanksm, For Join

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s