છે વરસાદી – હાઇકુ ગઝલ

સામ સામે છે
ઝરુખો, ને સંગત
છે વરસાદી

મેઘધનુષી
માહોલ ને રંગત
છે વરસાદી

ધીમુ ધીમુ જો
પવનનુ એ ગીત
છે વરસાદી

પંખીઓ સંગ
ભીનું ભીનુ સંગીત
છે વરસાદી

જામશે હવે
મહેફીલ, ને રીત
છે વરસાદી

ચડ્યું હિલ્લોળે
કિધુ માને ના, ચિત
છે વરસાદી

થયો ઇશારો
મિલન તણો, મિત
છે વરસાદી

ભીંજાશો તમે
સજની, મારી પ્રીત
છે વરસાદી

— મયુર “અભણ” —

Advertisements

18 thoughts on “છે વરસાદી – હાઇકુ ગઝલ

  1. આ અઘરા પ્રકારને સરસ રીતે અજમાવ્યો અને ઉઘાડ્યો. કાબિલે-દાદ રચના. હજી આ દરેક સત્તર અક્ષરી હાઈકુ-શેર કોઈ ચોક્ક્સ છંદ/લય માં ઢળી શકે તો અતિ-ઉત્તમ

    આટલી સરસ રચનાને- પહેલા બે હાઈકુ-શેરના સંગત-રંગત પ્રાસ/કાફિયા પછી અંગત પંગત જેવા પ્રાસ/કાફિયાની અપેક્ષા રહે છે.

    જો બીજો હાઈકુ-શેર બદલી ગીત/પ્રીત જેવો પ્રાસ/કાફિયો મૂકી શકો તો વાચકને પછીની પ્રાસ યોજના માટે ચુસ્ત અપેક્ષા ન રહે.

  2. વાહ દોસ્ત, હાઈકુ ને ગઝલ ના શેર માં કે ગઝલ ને હાઈકુમાં લયબંધ રીતે રજૂઆત કરતો પ્રથમ વાર જોઈ રહ્યો છું, વાંચી રહ્યું છું. સરસ નવતર પ્રયોગ અને અભિવ્યકિત, અને એક એક સુંદર શેર બદલ તમને અંતરથી શુભેચ્છા!

Thanksm, For Join

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s