જો તમે નાણા ઉધાર આપો છો તો કાં તો નાણા ગુમાવો છો અથવા નવો શત્રુ મેળવો છો.
— આલ્બેનીયા —
તમે જે નિહાળો છો તેમાંથી અડધું જ સાચું માનો, અને જે સાંભળો છો તેમાંથી કશુંય સાચું ન માનો.
— ક્યુબા —
ગરીબી દરવાજે આવે છે ત્યારે પ્રેમ બારીમાંથી ભાગી જાય છે.
— ઇંગ્લેન્ડ —
જે રસ્તો સૌથી વધું ઘસાયેલો હશે એ સૌથી વધુ સલામત હશે.
— ચેકોસ્લોવાકીયા —
અવારનવાર માણસને પોતાનુ દુર્ભાગ્ય એ જ રસ્તે મળી જાય છે જે રસ્તો જેણે દુર્ભાગ્યથી પીછો છોડાવવા
પસંદ કર્યો હોય છે.
— ફ્રાન્સ —
જ્યારે પૈસો બોલે છે ત્યારે સત્ય ચૂપ થઇ જાય છે.
— રશિયા —
જે પુસ્તક ક્યારેય વાંચવા માટે ખોલવામાં નથી આવતું એ માત્ર કાગળનો ઢગલો જ હોય છે.
— પોલેન્ડ —
ધીરજ આનંદની ચાવી છે. અને ઉતાવળ શોકની ચાવી છે.
— આર્બેનીયા —
સંપતિ જેટલા સુખો આપે છે. તેથી વધુ એ વસૂલ કરે છે.
— ચીન —
Bhai Sri Mayur
Kahevato no sangrah saro, aema vyktiona
anubhavono nichod janva male chhe.
Tamaru vanchan baholu ane saru aevu
lage chhe.
Saro-Sundar Sangrah chhe
Vyktio na Anubhav na Nichod mathi
Khevato Banti hoy chhe.
Tmarun Vanchan Khare-Khar Baholu chhe.
મજાનું સંકલન.
તમારું આ સંકલનની નકલ અહીં પહોંચી ગઈ છે!
Dear Kumar Mayurbhai I enjoyed this one soooo much.Thank you again, keep up the good work.આપની વેબ સાઈટ ખુબ જ સુંદર છે અનેક ગુજરાતી બ્લોગ ના જન્મ થાતા જ રહે છે તેમા મેં પણ ઝંપલાવ્યું છે..આપ જેવા મુલાકાતીની પ્રતિક્ષા ને પ્રોત્સાહન આપી પ્રેરણા આપશો તેવી આશા રાખું છું.http://wwwgaganepoonamnochandcom-rekha.blogspot.com “ટહુકો”; “યાયાવર” ; “કેસુડો.કામ” આ બધા ઉપર તો ઘણું પ્રોત્સાહન મળી રહ્યું છે કે ત્યાં રજુઆત કરી શકું છું. તમારી કવિતાઓ ખુબ સરળ પણ અર્થસભર છે..ફરિ ફરિ ને વાંચુ છું…આપનો આ બ્લોગ ખુબ આગળ વધતો રહે તેવું ઈરછું છું.