શબ્દોની શી જરૂર ?

એક ઉગમણા પ્રભાતે
દિવસ ભરની
ભાગદોડ નો કાર્યક્રમ
ગોઠવતાં
ચિત-પરિચિત
સંબંધીઓની વચાળે
અટવાયેલું,
એકલું, અટુલું
નોખું તરી આવતુ
એક
નવપરિણિત યુગલ.
ચહેરે ડરનો આભાસ
ને
ખુશીથી ઉછાળા મારતું મન.
કોઇ જોઇ જશે તોં ?
ને સર્જાતી
ઇશારાઓથી
સવાલ-જવાબની આપલે
અને પછી
રચાતી સ્પર્શની હારમાળા
ભાગતું-દોડતું
ધબ-ધબ,
ધબકારા કરતું
હ્રદય,
પુર ઝડપે ચાલતું
શ્વાસોનું આવાગમન
જો,
આંખોથી જ બધી
વાત થતી હોય,
તો,
પછી
શબ્દોની શી જરૂર ?

— મયુર “અભણ” —


13 thoughts on “શબ્દોની શી જરૂર ?

  1. જો,
    આંખોથી જ બધી
    વાત થતી હોય,
    તો,
    પછી
    શબ્દોની શી જરૂર ?

    ખરેખર પ્રેમની ભાષા શું શબ્દોની મોહતાજ હશે ખરી ? મેં તો કંઈક આવું જોયું…

    કોઈ ઊછળતું કૂદતું ગાય છે ! તો કોઈ કિનારે ઘૂઘવાય છે ! કોઈ ટમટમે છે રાતભર ! તો કોઈ રાત આખી રેલાય છે ! કોઈ કરતું ઊડાઊડ ! તો કોઈ ખીલીને કરમાય છે ! કોઈ ઝબૂકિ જતું પલભર ! તો કોઈ આમજ વરસી જાય છે ! કોઈ કુંજતું, કોઈ ગહેકતું, કોઈ ગર્જતું, કોઈ ટહુકતું, કોઈ પ્રગટતું, કોઈ રણકતું, તો કોઈ નજરો ઢાળી જાય છે…ઓ પ્રિયતમ ! આ તો સૌનાં પ્રેમની ભાષા છે અલગ અલગ…જોને કેવાં દિવાનાં છે સૌ તારાં જ પ્રેમમાં !

  2. જો,
    આંખોથી જ બધી
    વાત થતી હોય,
    તો,
    પછી
    શબ્દોની શી જરૂર ?

    કવિકર્મ અહીં છે કારણ આંખ એક કેન્દ્રિ બિન્દુ છે જ્યાં બધું ઘનિભૂત છે. સરસ…

  3. ધબ-ધબ,
    ધબકારા કરતું
    હ્રદય,
    પુર ઝડપે ચાલતું
    શ્વાસોનું આવાગમન
    જો,
    આંખોથી જ બધી
    વાત થતી હોય,
    તો,……….
    લાગણી અને આવેગો-ચામડીમાંથી આ શબ્દોમાં-દેખાય છે સંભળાય છે અને સ્પર્શાય પણ છે.

  4. કુમાર મયૂર..ઘણાં સમય પછી મુલાકાત લીધી ..પણ લખવાનુ કામ કેમ ધીમું પડ્યું ?તારી યાદ આવી એટલે આવી ગઈ તારાં બ્લોગમાં ..છેલ્લી કવિતા સરસ લખાઈ…આવતો રહેજે બ્લોગમાં..દુઆ સલામ નો તો સંબંધ જાળવવાનોને?
    પુર ઝડપે ચાલતું
    શ્વાસોનું આવાગમન
    જો,
    આંખોથી જ બધી
    વાત થતી હોય,
    તો,
    પછી
    શબ્દોની શી જરૂર ?
    સપના

Leave a reply to himanshupatel555 જવાબ રદ કરો