ચૂંટેલા શેર – ૪


અસર આવી નથી જોઇ, મે વર્ષોની ઇબાદતમાં, ફક્ત બે જામમાં તુર્ત જ જીવન બદલાય છે સાકી. ———————————– એક વાત કહી રહ્યો છુ સાહિત્યના વિષયમાં, દુ:ખમાં હ્રદયને રાખો, રાખો ન દુ:ખ હ્રદયમાં. ———————————– બીજી તરફ છે બધી વાતમાં હિસાબ હિસાબ, અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી ———————————– —  મરીઝ  —

ચૂંટેલા શેર – ૩


દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું મ્રૂત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે. ———————————– કહો દુષ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ, એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે. ————————————— કરવી છે વહેંચણી તો માર્ગ હું બતાવું, દુનિયા બધી તમારી, પરવરદિગાર મારો. ————————————– તે દ્વાર પરના હળવા ટકોરા તો રદ થયા, શાયદ એ સાંભળી … More ચૂંટેલા શેર – ૩

ચૂંટેલા શેર – ૨


’મરીઝ’ એવાય લોકોને ઘણી વેળા દુ:ખી જોયા કશી પણ જેમને તકલીફ દુનિયામા નથી હોતી —————————————– હજી કાચી હશે સમજણ અમારી, હજી અમને અનુભવ થઇ રહ્યા છે. ———————————- મોત વેળાની આ અય્યાશી નથી ગમતી ’મરીઝ’ હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે. ———————————— કેવી મજાની ચીજ છે વ્યહવારશૂન્યતા, મરજી પડી છે તેમ ગુજારી છે … More ચૂંટેલા શેર – ૨

’ચૂંટેલા શેર’


તારે ના આપવું હો કશું તો સાફ વાત કર, માનું હું ક્યાં સુધી કે દુઆમાં અસર નથી. ———————————- દાદ નો આભાર, કિંતુ એક શિકાયત છે મને મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી. ———————————- હું એ જોવાને કયામતમાં નહીં જાઉં ’મરીઝ’ આદમી સૌના દિલાસાનો વિષય થઇ જાય. ———————————— થઇ ગયું એકાંત પૂરું ઓ ’મરીઝ’ અંતકાળે … More ’ચૂંટેલા શેર’

“મુક્તક”


કિસ્મતને હથેળીમાં હંમેશા રાખો, ચહેરાની ઉપર એની ન રેખા રાખો. દેવાને દિલાસો કોઇ હિંમત ન કરે, દુ:ખ દર્દંમાં પણ એવી પ્રતિભા રાખો. ——————————– આ ઝીણાં રમકડા બહુ મનહર લાગ્યા, સૌંદર્ય અને રંગથી સરભર લાગ્યા. ઇન્કાર હતો પત્રમાં પણ પ્રેમ તો જો, હસ્તાક્ષરો તારા મને સુંદર લાગ્યા. ——————————— જેવી મળે એવી જ સલામત રાખું, હૂરોને ન … More “મુક્તક”

મરીઝ


ન આવ કલ્પના, ન વિચારો ન ખ્વાબમાં, તું પણ હવે ન જોઇએ તારા જવાબમાં બીજી છે એની શોભા કે ખાલી પડી રહે, ફૂલો ન હો તો કંઇ ન ભરો ફૂલછાબમાં પીતો રહ્યો સુરા કે ન બદનામ કોઇ હો, લોકો કહે ખુવાર થયો છે શરાબમાં એવો ડરી-ડરીને હું જન્નત તરફ ગયો, જાણે કે એની ભૂલ થઇ … More મરીઝ

કરજદાર છું


બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. ચાહ્યુ બીજું બધું તે ખુદાએ મને દીધું, એ શું કે તારા માટે ફક્ત ઇન્તિઝાર દે. આવી ને આંગળીમાં ટકોરા રહી ગયા, સંકોચ આટલો ન કોઇ બંધ દ્વાર દે. પીઠામાં મારું માન સતત હાજરીથી છે, મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે. … More કરજદાર છું