મારા વિષે

અક્ષર ના વિશ્વને શબ્દ માં ઢાળી, એક લય આપવો, મારા માટે ઘણું અઘરુ કામ હતું.

છતા મે એક પ્રયત્ન કર્યો છે.


મારા બ્લોગ પર આપ સૌનું ભાવભીનું સ્વાગત છે. આશા રાખુ છુ તમને નિરાશા નહી મળે.


——મયુર “અભણ”——

 

49 thoughts on “મારા વિષે

    1. ચંદ્રવદનભાઇ

      આપે મારા આમંત્રણને સ્વિકારી મારા બ્લોગ ની મુલાકાત લીધી એ બદલ આપનો ખૂબ આભારી છુ.

      આપ અવારનવાર બ્લોગ પર આગમન કરતા રહો. અને પ્રતિભાવ મોકલતા રહો.

      આપના પ્રતિભાવ મને ઘણો પ્રોત્સાહીત કરે છે.

      મયુર પ્રજાપતિ
      http://www.aagaman.wordpress.com

  1. પ્રિય મયુરભાઈ,
    ગુજરાતી બ્લોગ જગતમાં આપના ‘આગમન’ને સહર્ષ આવકારું છું. વીશ્વને શબ્દમાં ઢાળી એક લય આપવાના આપના આ ખૂબ જ સરસ અને સરાહનીય પ્રયાસને બીરદાવતા હું ધન્યતા અનુભવું છું. બસ આમ જ લખતા રહો..
    ગોવીન્દ મારુ
    govindmaru.wordpress.com/

    1. ગોવિંદભાઇ,

      આપે મારા બ્લોગ પર આગમન કર્યુ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

      આપ અવારનવાર આગમન કરતા રહો અને,
      આપના બહુમુલ્ય પ્રતિભાવ આપતા રહો.
      આપના પ્રતિભાવ મને ઘણો પ્રોત્સાહિત કરે છે.

      http://www.aagaman.wordpress.com
      Mayur Prajapati

  2. જય ગુરુદેવ,
    મયુરભાઈ,

    ગુજરાતી બ્લોગ જગતમાં આપના બ્લોગ ‘આગમન’માં દરરોજ નવું નવું આગમન થાય તેવા સુંદર પ્રયાસો કરો તેવી હાર્દિક શુભેચ્છા, આપનો વિશેષ પરીચય આપશો.

    કાંતિભાઈ કરસાલા,
    http://gaytrignanmandir.wordpress.com

  3. મયુર ભાઇ, આપનું આગમન આગવું છે.અભિનંદન.
    આપ ને બ્લોગમાં આમંત્રુ છું http://naadyog.wordpress.com/

    મારી હિંચકા યુનિવર્સિટીના પરિપાક રુપે આવતું અજ્ઞાન ઓકી રહ્યો છું.જેના મૂળમાં ચોખામાંથી કુસકી દૂર થઇ જાય ત્યાં સુધી વિષયને તળેઉપર કરવાની ભાવના છે કદાચ જ્ઞાન પ્રાપ્ત કરવાની મારી બાલીશ સમજ્ણ પણ.

    ઇતિહાસ ગવાહ છે કે પ્રશ્નોપનિષદ એ મહર્ષિ પિપલ્લાદ પાસે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવા ગયેલા છ યુવાન ઋષિઓના પ્રશ્નોનો પરિપાક છે. અને ‘ભગવદ ગીતા’ પણ કૄષ્ણ અને અર્જુનનું પ્રશ્નોપનિષદ. તેવી જ રીતે ‘યોગવસિષ્ઠ’ પણ શ્રી રામ અને વસિષ્ઠ્નો વાર્તાલાપ.

    બસ, આવા ધૂની ખ્યાલ સાથે ન્યાયશાસ્ત્રમાં કહ્યું છે તેમ वादे वादे जायते तत्वबोधः તેવા હેતુથી વહેચીને માણવાનો મારો પ્રયત્ન છે. ‘જીવતા પ્રશ્નો’ને વલોવીને, વિવાદમાંથી સંવાદ શોધવાનો પ્રયત્ન છે.આપની સક્રિયતા એ જ મારી અપેક્ષા છે.આપની સમજ-સૂચનને અહિંયા પુરતો અવકાશ છે. અવશ્ય આવકારીશ. વિષયનો વિચારસેતુ બંધાય અને વલોવાય તો જ વિશિષ્ઠ ઉપજે. કેમ કે પ્લેટોના કહેવા મુજબ આ સૃષ્ટિ વિચારોની જ તો બનેલી છે.

    પ્રશાંત વિષ્ણુ સોની

    ગ્લાસ્ટનબરી.CT, USA

  4. નમસ્કાર!
    આપનો બ્લોગ ”આગમન” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  5. *ગુજરાતીલેક્સિકોન હવે નૂતન રૂપરંગમાં…!*
    વિશ્વના 110થી વધુ દેશમાં વપરાતી અને લોકચાહના પામેલી ગુજરાતીલેક્સિકોન
    વેબસાઇટ આજે તેનો નવો અવતાર રજૂ કરતાં આનંદ અનુભવે છે. પરિવર્તન એ પ્રકૃતિનો
    નિયમ છે અને આજના બદલાતા જતા ટેક્નોલૉજીના યુગમાં હંમેશાં નવીનતમ ટેક્નોલૉજી
    સાથે કદમથી કદમ મિલાવવા જરૂરી છે. લોકચાહના, ઉપયોગિતા અને આધુનિક પરિવેશને
    ધ્યાનમાં રાખીને આજે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની આકર્ષક, સરળ, સુગમ અને વધુ
    ઉપયોગી નૂતન આવૃત્તિની રજૂઆત કરવામાં આવી છે.
    *નવીન રૂપરંગ પામેલી ગુજરાતીલેક્સિકોન.કોમ વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ : *
    * વપરાશમાટે સરળ નવો લેઆઉટ :* ગુજરાતીલેક્સિકોનની નવી ડિઝાઇન દ્વારા અમે
    વપરાશકર્તાને વેબસાઇટના બધા જ વિભાગો અને બધી જ લાક્ષણિકતાઓ ઓછા સમયમાં અને
    ઓછી ક્લિકની મદદથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
    * નયનરમ્ય કલર-કૉમ્બિનેશન અને આકર્ષક લોગો :* ગુજરાતીલેક્સિકોનનો નવો લોગો
    બનાવવા અંગ્રેજી મૂળાક્ષરો G અને L નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દ્વારા
    ગુજરાતી મૂળાક્ષર ‘અ’ નો આકાર આપવામાં આવ્યો છે. આ દ્વારા વિવિધ ભાષાઓ અને
    વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્વારા
    ગુજરાતીલેક્સિકોનની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો
    છે.
    * વિશિષ્ટ શબ્દકોશો : ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર
    ઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે.
    ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી
    શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા
    શીખવી સરળ બની જશે.
    * નવી રૂપરેખાના ફાયદા : *ગુજરાતીલેક્સિકોનની નવી રૂપરેખા અમને અમારા
    વપરાશકર્તાઓને વધુ સારી વેબસાઇટ ઉપલબ્ધ કરાવી આપવાની એક તક આપે છે. વેબસાઇટ
    ઉપર નોંધણી કરાવીને તમે તમારા મનગમતા શબ્દોની યાદી બનાવી શકો છો તથા તમારા
    મિત્રો સાથે તે શબ્દો ફેસબુક, ટ્વિટર વગેરે માધ્યમ થકી વહેંચી શકો છો અને
    તેમનું પણ શબ્દભંડોળ વધારી શકો છો.
    ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અમર શ્રી રતિલાલ ચંદરયા હંમેશાં કહેતા કે,
    “ગુજરાતીભાષા માટેનું ગુજરાતીલેક્સિકોનનું યોગદાન વણથંભ્યું રહ્યું છે અને
    રહેશે. ભાષાપ્રેમીઓને હંમેશાં અમે કંઈક નવું આપતા રહ્યા છીએ અને સદા આપતા
    રહીશું.” ગુજરાતીલેક્સિકોન ટીમ રતિકાકાનાં આ વચનોને સાર્થક કરવા હંમેશાં
    કટિબદ્ધ છે.
    *ગુજરાતીલેક્સિકોન વિશે : *
    45 લાખથી વધુ શબ્દભંડોળ ધરાવતું ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું બની
    ચૂક્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને ટેક્નોલૉજીના સમન્વય દ્વારા ભાષાને
    સંગ્રહિત કરી તેનો વ્યાપ વધારવાનો છે.
    *http://www.gujaratilexicon.com *વેબસાઇટની
    મુલાકાત લઈને કોઈ પણ ભાષા પ્રેમી પોતાનું શબ્દ ભંડોળ વધારી શકે છે, સાહિત્ય
    વાંચી શકે છે અને અમારા આ કાર્યમાં જોડાઈ શકે છે.
    ભગવદ્ગોમંડલ (*www.bhagwadgomandal.com *),
    લોકકોશ (*http://lokkosh.gujaratilexicon.com
    *) અને ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન
    (*http://global.gujaratilexicon.com/
    *)ની સફળ રજૂઆત દ્વારા ગુજરાતીલેક્સિકોને
    ભાષા પ્રેમીઓ માટે સમગ્ર વિશ્વને કમ્પ્યૂટરની એક ક્લિકે ઉપલબ્ધ કરાવી આપ્યું
    છે.
    ભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર એન્સાઇક્લોપીડિયા છે. જેનો સમાવેશ
    ગુજરાતીલેક્સિકોને પોતાના ડેટાબેઝમાં કરીને સૌ ભાષાપ્રેમીઓ માટે તે હાથવગો કરી
    આપ્યો છે. લોકકોશના માધ્યમ થકી શબ્દકોશમાં સ્થાન નહીં પામેલા પરંતુ
    લોકવપરાશમાં હોય તેવા શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે
    ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન એ ગુજરાતી ભાષા અને વિશ્વની અન્ય ભાષાઓ વચ્ચેના સેતુ
    રૂપ છે. ગુજરાતીલેક્સિકોન આજે વિશ્વભરના લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને
    વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સંશોધકો, વ્યાપારીઓ તથા માહિતી
    સંચાર સાથે સંકળાયેલા લોકોમાં જાણીતું નામ છે.
    વધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ http://www.arniontechnologies.comની મુલાકાત લઈ
    શકો છો અને અમારો info@arniontechnologies.com પર સંપર્ક પણ કરી શકો છો
    સંપર્ક સૂત્ર : સુશ્રી મૈત્રી શાહ Email : maitri@arniontechnologies.com
    Phone : +91 79 40049325 / +91 9825263050

  6. તમને વાચનમાં રસ હોય તેવું જણાય છે, મિત્ર! તમે લખી પણ સરસ લો છો. નિયમિત પોસ્ટ પબ્લિશ કરતા રહીને તમારા બ્લૉગને સમૃદ્ધ કરતા રહેશો તો ગુજરાતી ભાષાની મોટી સેવા થશે. અભિનંદન … હરીશ દવે અમદાવાદ

Thanksm, For Join