સ્વપ્ન ખોવાયું છે


એક, સુંદર અને સોહામણું નાજુક અને નમણું પ્રેમ તણું હકીકતની દહેશતથી, જરા ગભરાયેલ, મુજ નયનથી, એક, સ્વપ્ન ખોવાયું છે, કોઇનેય, મળ્યું છે ખરું ? — કુમાર મયુર —

ડરતા હું


તુમસે પ્યાર કરતા હું, પર કહને સે ડરતા હું, ન જાને ક્યા ડર હૈ દિલમે, ઇસ ડર કો બતાને સે ડરતા હું — કુમાર “મયુર”  —

આકાર


પાંપણ મિંચાય ને પછી રચાય જે આંખમાં, તુજ રંગ રૂપનો જ એક આકાર હોય છે. હું શું કામ ઘેલો છુ તારી ચાલ પાછળ, તારી ચાલના ય કેટલાક પ્રકાર હોય છે. તડપું છુ તુજ બીન, જળ વિના માછલી જેમ, મારી તડપ પણ ક્યાં બેકાર હોય છે. — કુમાર “મયુર” —

ઈન્ટર્વ્યુ


ઈન્ટર્વ્યુ હતુ નોકરી માટે હું સર્વ પ્રકારે તૈયાર હતો મહેનતનું સર્ટિફિકેટ લીધુ સફળતાનું ડોનેશન હતું અને અનેક આશાઓની હતી ઘણી લાગવગ છતા ઈન્ટર્વ્યુ આપ્યા પહેલાજ પરિણામ આવ્યું રિજેક્ટ. —-કુમાર “મયુર”—

મંઝીલ


“ઘણી માનતાઓ મારી જાણે કંઈક આજે ફળી મંઝીલ શોધવા નીકળ્યો ને મંઝીલ રસ્તે મળી“ —મયુર “અભણ”—