રમત – ૧

છેલ્લા અડધા કલાકથી તુ શું બકવાસ કરી રહ્યો છે, મારી કંઇજ સમજમાં નથી આવતુ,
સર હું બકવાસ નથી કરી રહ્યો હું સાચું બોલી રહ્યો છું
તમે સમજતા કેમ નથી ?
જો છોકરા હવે બહું થયું, આ પોલીસ સ્ટેશન છે પાગલખાનું નથી,
તારી આ મજાક તને ભારે પડી શકે છે., તારી ભલાઇ માટે કહું છું, ચુપચાપ અહીંથી નિકળીજા નહિંતર એવા હાલ કરીશ કે જીવનમાં કોઇની પણ સાથે મજાક કરવાને લાયક નહી રહે. ઇન્સપેક્ટર મહેતા હવે આક્રમક બની રહ્યા હતા
મારી વાતને મજાક સમજવાની ભુલ કરી રહ્યા છો તમે
શુ નામ છે છોકરા તારુ ? કોન્સ્ટેબલ યાદવે બાજી સંભાળી
અનિકેત રાવલ,
જો બેટા, આ મહેતા સાહેબ છે ને થોડા ગરમ મિજાજી માણસ છે, ક્યાંક ગુસ્સામાં ઉંધો-સીધો હાથ પડી જશે ને તો જીવનભર ખોડખાંપણ રહી જશે, શું કામ તારી દશા બગાડવા માટે આતુર છે ?, એક તો આખી રાતની ડ્યુટી, હજુ ચા પણ પીધી નથી ને સવાર સવારમાં શું મગજ ખરાબ કરવા નીકળી પડ્યો છે.
કમાલ છે મેં એક ખુન કર્યુ છે. હું ગુનાની કબુલાત કરવા આવ્યો છું અને તમને મજાક લાગી રહ્યુ છે. શું તમને હું પાગલ દેખાઉ છું ?  તમે મને ઇગ્નોર કરી રહ્યા છો ઇન્સપેક્ટર સાહેબ કાં તો પછી તમને તમારી ડ્યુટી માં રસ જ નથી.
એ છોકરા, મોઢુ સંભાળીને વાત કર, તુ પોલીસ સ્ટેશનમાં બેઠો છે તારા ઘરમાં નહી, પોલીસ સાથે કેવી રીતે વાત કરવી એનું ભાન છે કે નહી ?
હું તો ભાનમાં જ છું અને મારી શાન પણ ઠેકાણે જ છે બસ તમે જ તમારી ફરજ ચૂકી રહ્યા છો, ઇન્સપેક્ટર સાહેબ
હવે તુ અમને અમારી ફરજ શીખવાડીશ, મહેતા બરાડી ઉઠ્યા
હા, જરૂર પડશે તો, એટલા જ શાંત પરંતુ મક્કમ અવાજે અનિકેત બોલ્યો
ઠીક છે, તો, તેં ખુન કર્યુ છે.
હા
ભારતના સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ માણેકલાલ શાહનું,
હા
એમના જ બંગલામાં,
જી બિલકુલ
જાણી શકુ કયા બંગલામાં ?
કયા બંગલામાં એટલે,
મોટા માણસ છે, ઉદ્યોગપતિ છે, તો એમના ઘણા બધા બંગલા હોય, દેશમાં પણ હોય ને વિદેશમાં પણ હોય, તે કયા બંગલામાં એમનું ખુન કર્યુ ?
દિલ્હી સ્થિત “માણેકભવન”
કેટલા વાગે ?
આજે સવારે ૫ વાગે
અત્યારે ૭ વાગી રહ્યા છે, તો તું સવારે ૫ વાગે દિલ્હીથી ખુન કરીને ૬:૩૦ વાગે અમદાવાદ પણ આવી ગયો ? કેવી રીતે ?
સર હું આખી રાત અમદાવાદમાં જ હતો
એટલે ?
એટલે, હું ક્યારેય દિલ્હી ગયો જ નથી.
તુ ક્યારેય દિલ્હી ગયો જ નથી, ક્યારેય નહી
ના ક્યારેય નહી,
ફરીથી બકવાસના કર
બકવાસ નથી,
મારૂ માથું ભમી રહ્યુ છે, ઓ દેસાઇ જા જરા ચા લઇ આવ, આપણી સ્પેશ્યલ,
જી સાહેબ, હમણા જ લઇ આવ્યો,
ઠીક છે, ચલો એ પણ માની લઈએ,  તો તુ ખુન કરીને ભાગી જવાના બદલે પોલીસ સ્ટેશનમાં કેમ આવ્યો ?
સર માણસ મુસીબતોથી દુર ભાગી શકે છે, કિસ્મતથી નહી અને આજે નહી તો કાલે હું પકડાઇ જ જાત
મને એક વાત સમજાવ તુ દિલ્હી ક્યારેય ગયો નથી તો તેં ખુન કેવી રીતે કર્યુ ?
ખુન કર્યુ છે એ ખાત્રી પૂર્વક કહી સકું છુ, કેવી રીતે ? એ શોધવાનું કામ પોલીશનું છે.
જો છોકરા મારી ધીરજની પરીક્ષા ના કર, ચુપચાપ અહીથી ચાલી નિકળ, નહીતર આજનો દિવસ તારી જીંદગીનો સૌથી ખરાબમાં ખરાબ દિવસ હશે
મહેતા સાહેબ, ઓ મહેતા સાહેબ “કોન્સ્ટેબલ દેસાઇ દોડતો અને હાંફતો આવે છે.
શુ થયું આટલી બુમો કેમ પાડે છે સવાર સવારમાં
અરે મહેતા સાહેબ વાત જ એવી છે તમે પણ સાંભળશો તો ચોંકી જશો.
એ યાદવ જરા ટી.વી. ઓન કર, કોન્સ્ટેબલ દેસાઇ હજુ પણ હાંફતો હતો
ટી.વી. ઓન કરતા જ “બ્રેકીંગન્યુઝ” ભારતના સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ માણેકલાલ શાહની દિલ્હી સ્થિત “માણેકભવન”માં લાશ મળી, ન્યુઝ જેમ જેમ આગળ વધી રહ્યા હતા તેમ તેમ મહેતા સાહેબનું મગજ પણ ચકરાવે ચઢવા લાગ્યુ
(ક્રમશ:)

મિત્રો,
ઘણા સમય પછી, બ્લોગમાં આવ્યો,
છેલ્લા કેટલાય સમયથી એક વાર્તાનો પ્લોટ મારા મગજમાં રમી રહ્યો હતો, અને આજે તક મળી ગઇ એને બહાર લાવવાની, જીવનમાં પ્રથમ જ વખત વાર્તા લખવાનો વિવેકી અને નમ્ર પ્રયાસ કર્યો છે, અને વાર્તા પણ કેવી ! એક રહસ્યમય, ભાષાને શક્ય એટલી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને વાર્તાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. છતા પણ મારી આ પ્રથમ વાર્તા છે, ભૂલો તો મેં ચોક્કસ જ કરી હશે, મિત્રો ને મારી વિનંતી છે કે આપનો અભિપ્રાય મને ચોક્ક્સથી આપજો, અને મારી ભૂલ પ્રત્યે મારૂં ધ્યાન દોરજો, જેથી વાર્તાનો અગામી અંક ચોંટદાર અને વધુ રહસ્યમય બનાવી શકું.
મિત્રો મને આપના અભિપ્રાયની ઇંતેજારી રહેશે
આપના આગમનની પ્રતિક્ષાએ
— કુમાર મયુર —


5 thoughts on “રમત – ૧

  1. મયુરભાઈ,

    તમારી લેખન શૈલી નો ખા કોઈ અનુભવ નથી, પરંતુ આજની વાર્તાની શરૂઆત ઘણીજ સુંદર અને સારી કરેલ છે, અને જે રહસ્યમય કથા તમે જણાવવા માંગો છો તેના પર અત્યારે તમારી પક્કડ પણ છે તેમ કહીશ તો ખોટું નથી… ખૂબજ સરસ, ચાલુ રાખો આગળ… બીજા ભાગની રાહ જોઈએ….

  2. અશોકભાઈએ જણાવ્યું એમ રહસ્ય ઉપજાવવામાં અને વાર્તાની ચોટદાર શરૂઆત કરવામાં તમે સફળ રહ્યા છો.
    એક સુચન: શરૂઆતના સંવાદોને ” ” ચિહ્નો વડે જુદા પાડશો તો વધુ સ્પષ્ટતા આવશે કે કયો સંવાદ ક્યારે શરુ થયો અને ક્યારે પૂરો… આગળની વાર્તાની પ્રતીક્ષા રહેશે.

  3. મયુર,

    તારી “ચંદ્રપૂકાર”પર મુલાકાત…..અને પ્રતિભાવ સાથે આ બ્લોગ પર પધારી, આ તારી પ્રથમ વાર્તા વાંચવા માટે વિનંતી.

    વાર્તા વાંચી.

    આ તારી પ્રથમ વાર્તા અને ખુબ જ સરસ છે. અભિનંદન !

    આ વાર્તા વાંચતા, વાંચકને અંત સુધી વાંચવા રસ લાવે છે.

    તું લખે છે કે “ક્રમસઃ”…પણ મારૂં સુચન છે કે આ વાર્તાને બીજા ભાગે લાવી, તું અમદાવાદમાં રહી ખુન દિલ્હીમાં કર્યા વિષે કહી, બીજી પોસ્ટરૂપે કહી શકે છે !

    અશોકભાઈનો અભિપ્રાય વાંચ્યો !

    >>>>ચંદ્રવદનભાઈ
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Thanks for your visit/comment on Chandrapukar.
    Hope to see you regularly !

    1. ચંદ્રવદનભાઇ,
      આપ મારા બ્લોગ પર આવ્યા અને આપનો બહુંમુલ્ય સમય ફાળવ્યો એ બદલ આપનો ખુબ ખુબ આભાર

      શરૂઆત તો મેં એક વાર્તા રૂપે જ કરી હતી
      પરંતુ જેમ જેમ હું વિચારતો ગયો તેમ તેમ વાર્તા ઘણી જ રોચક અને રસપ્રદ બનતી ગઇ. પાત્રો ઉમેરાઇ રહ્યા છે, વળાંકો વધી રહ્યા છે. હવે એ વાર્તા ન રહેતા એક લઘુનવલ તરફ આગળ વધી રહી છે.
      બસ આપ આમ જ મુલાકાત કરતા રહો અને આપના કિમતી અભિપ્રાય આપતા રહો, આપના અભિપ્રાય મને ઘણો પ્રોત્સાહિત કરે છે

      મયુર પ્રજાપતિ

Thanksm, For Join