૯૦ માર્ક્સનું છુટી ગયું

પરીક્ષાનું છેલ્લું પેપર પુરૂ થઇ ગયું હતુ, કોલેજની બહાર મેળા જેવુ ભરાયું હતુ, સ્ટુડન્ટ્સ એકબીજા જોડે સવાલ જવાબ શેર કરી રહ્યા હતા, તો કોઇ વેકેશન નો પ્લાન બનાવી રહ્ય હતા, તો કેટલાક સ્ટુડન્ટ્સ તો વળી પોત-પોતાનું પરીક્ષાનું પરિણામ અત્યારથી જ ડિક્લેર કરી રહ્યા હતા,

આવું જ એક છ-સાત છોકરીઓનું ટોળું કેન્ટીનથી થોડે દુર ઊભુ હતુ, આજનું પેપર કેવું ગયુ એના વિષે ડિસ્કશન ચાલી રહ્યુ હતું, એકે છોકરીએ બીજી ને પુછ્યુ યાર તારુ પેપર કેવુ ગયુ, બીજી એ જવાબ આપ્યો, શુ કહુ યાર પેપર ખુબ જ અઘરું હતુ અને લાંબુ પણ મારે તો ૧૫ માર્ક્સનું લખવાનું જ છુટી ગયુ બોલ, તો પહેલી બોલી મારે પણ ૧૦ માર્ક્સનું છુટી ગયુ, પછી તો એક પછી એક એમ બાકીની બધી છોકરીઓ સુર માં સુર પુરાવા લાગી, કોઇને ૫, ૧૦ તો કોઇને ૧૫ માર્ક્સનું છુટી ગયું.

ત્યાં જ એક છોકરો, ટોળામાં ઊભેલ છોકરીઓની ચર્ચા સાંભળતો સાંભળતો એમની બાજુમાંથી પસાર થઇને સામેજ ઊભેલા છોકરાઓના ટોળામાં સામેલ થઇ ગયો, તેમાંથી એક બોલ્યો, અલ્યા આખુ ગામ પેપર લખીને બહાર આવી ગયુ તું શું કરતો હતો અત્યાર સુધી અને પેપર કેવું ગયુ આજનું. સામે જ ઊભેલું છોકરીઓનું ટોળું સાંભળી શકે એટલા મોટા અવાજેથી એ બોલ્યો, યાર પેપરતો એક દમ ઇઝી હતું પણ એક પ્રોબ્લમ થઇ ગયો. એની વાત વચ્ચે જ અટકાવતાં ત્રીજો બોલ્યો, બે આખી કોલેજને આજનું પેપર ભારે લાગ્યું ને તને ઈઝી લાગ્યુ. તો પહેલો ત્રીજા તરફ જોઇને બોલ્યો, પેપરની વાત જવા દે ને ભઇ, પહેલા એને પ્રોબ્લમ શું થયો એ તો સાંભળવા દે, હા હવે બોલ શું પ્રોબ્લમ થયો તને,

હવે છોકરીઓનું ટોળું સાભળે એટલા મોટા અવાજે ફરી બોલ્યો, બન્યુ એમ કે પેપર તો હતું એકદમ ઇઝી, પણ સાલું પ્રોબ્લમ એ થયો કે ટાઈમ ખુટ્યો ને તો ૯૦ માર્ક્સનું લખવાનું છુટી ગયુ,

છોકરીઓનું આખું ટોળું એકીટશે એની સામે જોઇ રહ્યુ, અને છોકરાઓ જોર જોરથી હસવા લાગ્યા.

છોકરીઓ બધી શોકમાં ને છોકરાઓ રોક માં

– – – (સત્ય ઘટના) – – –


Thanksm, For Join