“વ્યથા”


આજ મારી આંખ સામે આવી ગયા તમે ભૂતકાળ ને ફરી વર્તમાન બનાવી ગયા તમે દર્દ ઘણું જ આપી ગયા એક ઝલક બની રૂઝાયેલા ઝખ્મોને ફરી ખોતરી ગયા તમે. ——કુમાર “મયુર”——

એના આગમન વેળા……..


ભયાનક આંખો અને વિકરાળ ચહેરો એના હસવાથી ફુલ ખિલે, લાગતુ નથી, એનુ ચાલવુ જાણે હોય “ભૂકંપ” નો આંચકો એના આગમનથી “વસંત” આવે, લાગતુ નથી, ને સાથે જ હોય છે હંમેશા, દુર્ગંધ નું સામ્રાજ્ય શ્વાસો થી આ વાર જીરવાય, લાગતુ નથી, ઝૂલ્ફો વિખરાઇ ને અંધકાર વ્યાપી ગયો કાલ સવારે સૂરજ ઉગે એમ લાગતુ નથી, ભરમાયા છે … More એના આગમન વેળા……..

ઈન્ટર્વ્યુ


ઈન્ટર્વ્યુ હતુ નોકરી માટે હું સર્વ પ્રકારે તૈયાર હતો મહેનતનું સર્ટિફિકેટ લીધુ સફળતાનું ડોનેશન હતું અને અનેક આશાઓની હતી ઘણી લાગવગ છતા ઈન્ટર્વ્યુ આપ્યા પહેલાજ પરિણામ આવ્યું રિજેક્ટ. —-કુમાર “મયુર”—

મંઝીલ


“ઘણી માનતાઓ મારી જાણે કંઈક આજે ફળી મંઝીલ શોધવા નીકળ્યો ને મંઝીલ રસ્તે મળી“ —મયુર “અભણ”—