December 21, 2009
December 20, 2009
સંબંધોની પરિભાષા કેટલી વિશાળ હોય છે.
દરેક રસ્તા પર એક સુંદર વળાંક હોય છે.
—- કુમાર મયુર —-
July 28, 2009
સામ સામે છે
ઝરુખો, ને સંગત
છે વરસાદી
મેઘધનુષી
માહોલ ને રંગત
છે વરસાદી
ધીમુ ધીમુ જો
પવનનુ એ ગીત
છે વરસાદી
પંખીઓ સંગ
ભીનું ભીનુ સંગીત
છે વરસાદી
જામશે હવે
મહેફીલ, ને રીત
છે વરસાદી
ચડ્યું હિલ્લોળે
કિધુ માને ના, ચિત
છે વરસાદી
થયો ઇશારો
મિલન તણો, મિત
છે વરસાદી
ભીંજાશો તમે
સજની, મારી પ્રીત
છે વરસાદી
— કુમાર મયુર —
July 11, 2009
સ્વભાવે થોડો અતડો છું, ને શબ્દે શબ્દે કડવો છું
મારી સામે કોઇ ફાવે નહીં, માણસ નામે અઘરો છું.
આફત સામે નડતર છું, ને દુ:ખ ભગાડતુ મંતર છું
મને કોઇ ભરમાવે નહીં, માણસ નામે જબરો છું
— કુમાર મયુર —
July 11, 2009
એક,
સુંદર અને સોહામણું
નાજુક અને નમણું
પ્રેમ તણું
હકીકતની દહેશતથી,
જરા ગભરાયેલ,
મુજ નયનથી,
એક,
સ્વપ્ન ખોવાયું છે,
કોઇનેય,
મળ્યું છે ખરું ?
— કુમાર મયુર —