અટકળ હોય.

હસ્તો ચહેરો, ગાલમા ખંજન હોય,
ઝૂકેલા નયન, નયનમાં અંજન હોય,
લહેરાતા કેશ, એમાં ઘણાં વમળ હોય,
ગુલાબી હોઠ, રસથી તરબતર હોય,
કોયલના ટહુકાર સમ હરેક સ્વર હોય,
જાણે ધીમે ધીમે પ્રસરતો કલરવ હોય,
અંગે અંગ પર, ભીનોભીનો શણગાર હોય,
ટોળે વળતી ડાળીઓમાં, ચર્ચા વારંવાર હોય,
આગમન એનું, જાણે વસંતની વણઝાર હોય
ધબકતું યૌવન, ને રસ્તા પણ ખબરદાર હોય
કોઇ રૂપ નહી એ, નિખરતું ઉપવન હોય,
મન એની યાદમાં વિહવળ હોય,
પછી ભલેને બધું એક અટકળ હોય.

— કુમાર “મયુર” —


3 thoughts on “અટકળ હોય.

Leave a reply to sapana જવાબ રદ કરો